મોરબી એસઓજીએ બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપી : સંચાલક સામે કાર્યવાહી

- text


મોરબી : મોરબી એસઓજીએ લાયસન્સ વગર સિક્યુરિટી ગાર્ડસ પુરા પાડતી બોગસ સિક્યુરિટી એજન્સી પકડી પાડી છે. એસઓજીએ આ એજન્સીના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકામાં લાયસન્સ વગર બોગસ સિક્યુરિટી એજન્સી ચલાવીને રંગપર ગામ નજીક સ્મશાન પાસે આવેલ એલ.વી. ગ્રેનાઈટો નામના કારખાનામાં સિક્યુરિટી ગાર્ડસ પુરા પાડતા સગ્રીવ રામશીષ દુબે ઉ.વ.૫૩ને એસઓજીએ પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text