હાર્દિક પટેલનું બગથળામાં આગમન : પ્રતિક ઉપવાસ શરૂ

- text


કનુભાઈ કલસરિયા, ગઢડાના એસપી સ્વામી સહિત રાજ્યભરના પાસ આગેવાનો ઉપવાસી છાવણીમાં

મોરબી : પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મોરબી જિલ્લામાં આજે ગાંધી જયંતિના અવસરે હાર્દિક પટેલને ઉપવાસ માટે સરકારી તંત્રએ સતાવાર રીતે મંજૂરી આપતા પાટીદાર સુપર હીરો હાર્દિક પટેલ વિશાળ કાફલા સાથે મોરબીના બગથળા ગામે પહોંચી ગયા છે અને પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે.

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી, અલ્પેશ કાથીરિયાની જેલમુક્તિ અને મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મુખ્ય ચાર માંગ સાથે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ દત્તક લીધેલા મોરબીના બગથળા ગામે આજે ગાંધી જયંતિના અવસરે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે.

- text

ગઈકાલે મોરબીમાં આગમન બાદ હાર્દિક પટેલે નવાગામ ખાતે ખેડુંતો સાથે ખાટલા બેઠક યોજી હતી અને આજે બગથળા ગામે આગમન પૂર્વે દેવ ફનવર્ડથી વિશાળ રેલી યોજવામાં આવી હતી અને આ કાફલો ઉપવાસી છાવણી સુધી પહોંચ્યો હતો.

વધુમાં હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ આંદોલન માં ભાજપ છોડી આપમાં અને બાદમાં પાસમા જોડાયેલા પીઢ આગેવાન કનુભાઈ કલસરિયા, ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામી, અમદાવાદ પાસ કન્વીનર ગીતાબેન પટેલ, જયેશભાઇ પટેલ, રાજકોટના હેમાંગ પટેલ, ગાંધીનગરના ઉત્પલ પટેલ, માણસાથી ધર્મેશ પટેલ, બરોડાથી ક્રિષ્ના પટેલ અને ગોધરાથી ઉદય પટેલ સહિત રાજ્યભરમાંથી પાસ કન્વીનરો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.

- text