માં નવરાત્રી મહોત્સવ : મોરબીના એક માત્ર વિનામૂલ્યે ફ્રી સ્ટાઇલ રાસ ગરબા

- text


મોરબીના સામાંકાંઠે સતત 19 વર્ષથી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આયોજન : મહિલાઓ તેમજ ફેમિલી માટે રમવાની અલાયદી વ્યવસ્થા

મોરબી : મોરબીમાં સામાંકાંઠે માં ગરબી મંડળ દ્વારા જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ‘માં’ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ મોરબીનો એકમાત્ર વિનામૂલ્યે આયોજિત નવરાત્રી મહોત્સવ છે. જેમાં મહિલાઓ તેમજ ફેમિલીને રમવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ખેલૈયાઓની સરળતા માટે અહીં વિશેષ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશીપના મેઈન ગેટ સામે, જન કલ્યાણનગર સોસાયટી ખાતે આવેલા સાઈ બાગમાં તા. ૧૦ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી ‘માં’ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ મોરબીનો એકમાત્ર નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવ છે. મહોત્સવમાં ખેલૈયાઓને રમવાના ગ્રાઉન્ડના બે પાર્ટ પાડવામાં આવ્યા છે. જેમાં એક તરફ ફક્ત મહિલાઓને રમવા માટેનો એરિયા હશે. બાજુમાં ફેમેલીને રમવા માટેનો એરિયા હશે. ઉપરાંત બેઠક વ્યવસ્થામાં પણ બે વીઆઇપી પાર્ટ અને એક લેડીઝ તેમજ એક જેન્ટ્સ પાર્ટ હશે.

- text

આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઇલ સહિતના કુલ ૨૫ ઇનામો આપવામાં આવશે. ખેલૈયાઓને તેમજ મહોત્સવ નિહાળવા આવેલા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માં નવરાત્રી મહોત્સવના આયોજનનું છેલ્લા 19 વર્ષથી યુવા આગેવાન જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. જ્યાં બેહનો દીકરીઓ પરિવાર સાથે સલામત રીતે રાસ ગરબે રમી માં ની આરાધના કરી શકે તે આ નવરાત્રી મહોત્સવની આગવી ઓળખ છે. હાલ માં ગરબી મંડળ દ્વારા તડામાર તૈયારી આરંભી દેવાઈ છે. આ નવરાત્રી મહોત્સવમાં જાહેરાત તેમજ અન્ય વિગત માટે કલ્પેશભાઈ રવેશિયા મો.નં. 76219 12345 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ નવરાત્રી મહોત્સવમાં મોરબીના દરેક નગરજનોને પધારવા પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય તેમજ નગરપાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન જયરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા(એડવોકેટ) સહિત સમગ્ર ‘માં’ ગરબી મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

 

- text