મોરબી તાલુકાના વિદેશીદારૂના ગુન્હામાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના વિદેશીદારૂના ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબી ટીમે વિશિપરમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી અકબરભાઇ આમીનભાઇ ભટ્ટી રહે.મોરબી કાલીકા પ્લોટ હાલ રહે.મોરબી વીશીપરા મેઇન રોડ વાળો મોરબી વીશીપરા મેઇન રોડ ઉપર ઝલઝલા પાન પાસે ઉભો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

- text

આ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ આપતા પેરોલ ફર્લો રક્વોડના પોલીસ હેડ.કોન્સ. ચંન્દ્રકાન્તભાઇ વામજા તથા પો.કોન્સ. ચંદુભાઇ કાણોતરા સહિતના સ્ટાફે કરી આરોપીને તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.

 

- text