મોરબીના નીચી માંડલ નજીક માવો ખાવા મુદ્દે જીવલેણ હુમલો

- text


બે પરપ્રાંતિયો વચ્ચે સિરામિક ફેકટરીમાં ડખ્ખો

મોરબી : મોરબી નજીક નીચી માંડલ ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે માવો ખાવા મામલે હાથા પાઇ થતા છરીના ઘા જીકી દેવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નીચી માંડલ ગામની સીમમાં કેરાવિટ સિરામીકમાં કામ કરતા દેશરાજભાઇ પ્રેમનારાયણભાઇ આહિરવારે ઉવ.૩૦ રહે. હાલ કેરાવિટ સિરામીક, નીચી માંડલ પાસે તા.જી.મોરબી મુળ- ગામ ખજુરીયા તા.નરશીજંગ પોષ્‍ટ ગનેરી થાના નરશીંગંજ જી. રાજગઢ (મધ્‍યપ્રદેશ) વાળો ગઈકાલે બાજુના રાધેશ્યામ નામના કારખાનાની કેન્ટીનમાં માવો ખાવા ગયો હતો ત્યારે ઇકબાલ શાકેટભાઇ ઉતર પ્રદેશ વાળો રહે. હાલ કેરાવિટ સિરામીક, નીચી માંડલ પાસે તા.જી. મોરબી વાળાએ સાહેદ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી.

- text

આ અંગે ફરીયાદી દેશરાજભાઇ પ્રેમનારાયણભાઇ આહિરવારે કેન્‍ટીન વાળા મોહિતભાઇને વાત કરવા સાહેદ સાથે જતા આરોપી ઈકબાલે લાકડી લઇ આવી ફરિયાદીને જમણા હાથમાં એક ઘા મારી પોતાની પાસેની નાની છરી વતી હાથમાં એક ઘા મારી બીજો ઘા મારી નાખવાના ઇરાદે જમણી બાજુના પડખામાં જીવલેણ ઘા મારી ગંભીર ઇજા કરી હતી.

મોરબી તાલુકા પોલીસે આ મામલે હથિયારબંધીના જાહેરનામાનો ભંગ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text