મોરબીનો પરિવાર લાડકી દીકરીને આપશે સાચી શ્રદ્ધાંજલિ : બેસણામાં રક્તદાન કેમ્પનું આયોજન

- text


મોરબીના કાવર પરિવારે પ્રેરણાદાયી પહેલ કરી : લોહીની અછતને પોહચી વળવા પરિવારે શ્રદ્ધાંજલિ પાઠવવા રક્તદાન કેમ્પ યોજવા નક્કી કર્યું

મોરબી : મોરબીમાં સ્વૈચ્છીક રક્તદાન અંગે જનજાગૃતિને અભાવે બ્લડ બેંકમાં અવાર નવાર રક્તની અછત સર્જાતી હોવાને પગલે મોરબીના કાવર પરિવારે પ્રેરણાદાયી પહેલ કરી છે જેમાં લાડકવાઈ દીકરીના બેસણામાં દીકરીને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં વસવાટ કરતા હર્ષદભાઈ કાવરની છ વર્ષની પુત્રી બંસીનું ટૂંકી બીમારી બાદ અચાનક અવસાન થતાં આ પરિવારે આફતની ઘડીમાં પણ સમાજના અન્યોને મદદરૂપ થવા માટે સ્વ. બંસીના બેસણામાં રક્તદાન કેમ્પ યોજવા નક્કી કર્યું છે.

- text

જેમાં કાવર પરિવારે લાડકી દીકરી સ્વ. બંસીના બેસણા દરમિયાન આગામી તા. ૨૦ ને ગુરુવારે સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ ધ્યાની એપાર્ટમેન્ટ, મધર પેલેસ વાળી શેરી, જયઅંબે સોસાયટી, અવની ચોકડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં સ્વૈચ્છિક રક્તદાન કરતા લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- text