ઝૂમ બરાબર ઝૂમ : મોરબીમાં હેડ કોન્સ્ટેબલ ચાલુ ફરજે દારૂના નશામાં ચૂર

- text


મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની શરમનાક ઘટના : ભીનું સંકેલાઈ ગયું

મોરબી : મોરબીના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા દારૂ જુગારની બદીનો સફાયો કરવા પોલીસને દોડતી કરી છે તેવા સમયે જ ગઈકાલે રાત્રે મોરબી સીટી એ ડિવિઝનમાં પીસીઆર વાનના એક હેડ કોન્સ્ટેબલ ચાલુ ફરજે ઝૂમ.. બરાબર ઝૂમ હાલતમાં મળી આવતા સનસનાટી મચી ગઇ છે, જો કે આ મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચવા છતાં આ પોલીસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવાની બદલે માફા – માફીથી મામલો થાળે પાડી દેવાતા જિલ્લા પોલીસવડાની ઝુંબેશનું ઘર આંગણે જ સુરસુરીયું થયાની છાપ ઉપસી છે.

આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો મોરબીમા ગત રાત્રીના ૧૦૦ નંબર પીસીઆર પોલીસવાનમા ફરજ બજાવતા પોલીસકર્મી પીધેલી હાલતમાં જાહેરમા બેફામ વાણી વિલાસ કરતા પ્રજા સાથે ઘર્ષણ થયુ હતું અને વાત છે કે જિલ્લા પોલીસવડા સુધી પહોંચવા છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું.

આ અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગતરાત્રીના એ ડિવીઝન પોલીસ મથકમા ૧૦૦ નંબરની પોલીસવાનમા નાઈટ પેટ્રોલીંગમા રહેલા હેડ કોન્સ્ટેબલ ચાલુ ફરજ દરમ્યાન દારૂનો નશો કરેલી હાલતમા ગણેશ ઉત્સવમાથી પરત ફરતા લોકો સાથે મનફાવે તેવુ વર્તન શરૂ કરી પ્રજા સાથે બિભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યુ હતુ અને અમુક હાજર લોકોએ વિડીયો શૂટિંગ શરૂ કરતા તેના મોબાઈલ ફોન પણ પડાવી લઈ વિડીયો ડીલેટ કરાવી નાખ્યા હતા.

આ બાબતની જાણ ઉચ્ચકક્ષાના અધિકારીઓને પણ મોડી રાત્રીના કરવામા આવી હતી જે અનુસંધાને પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાએ આ બાબતની ગંભીર નોંધ લઈ નાઈટમા રહેલા બી ડિવીઝન પીએસઆઈ ને ચેક કરવાનુ કહ્યુ હતુ અને નાઈટપેટ્રોલીગ દરમ્યાન પીએસઆઈ દ્વારા પોલીસવડાની સુચના મુજબ નહેરૂ ગેઈટ ચોક ખાતે બોલાવી ચેક કરવામાં આવતા પોલીસકર્મી એ આજીજી કરી હતી અને પોતે અગાઉ પણ આ ગુનામા પકડાઈ ચુક્યાનુ રટણ કરી ગલ્લા તલ્લા કરવા માંડતા પીએસઆઈએ ડમ- ડમ હાલતમાં સુધ બુધ ગુમાવી દેનાર હેડ કોન્સ્ટેબલનુ મો પણ સુંઘ્યુ હતુ અને દારૂ ની ગંધ આવતી હોવા છતાં પાનની ગંધ આવે છે એવુ કહી વાત ને રફે દફે કરી નાખવામાં આવી હતી.

- text

પીએસઆઈ દ્વારા પણ એસપી ની સુચના હોવા છતા પોલીસકર્મીને જે કરવું હોય તે કરો પણ ચાલુ નોકરી ના સમયે ન કરતા !!! આવું કહી આજ પછી નહી જવા દઉ તેવો મીઠો ઠપકો આપ ઘી ના ઠામ મા ઘી ઠલવાઈ ગયુ હોય તેમ મેડીકલ કર્યા વિના જ તપાસનીશ પીએસઆઇએ પોલીસકર્મીને નિર્દોષ જાહેર કરવાનો પાંગળો પ્રયાસ કર્યો હતો.

જો કે આ પોલીસકર્મી અગાઉ પણ ચાલુ ફરજ દરમ્યાન દારૂના ગુનામા સપડાઈ ચુક્યા છે અને વળી પાછા બીજી વાર પકડાઈ તો ખાતાકીય સખત કાર્યવાહી થવાના ડરે પીએસઆઈ દ્વારા પણ આવુ કાઈ છે નહી તેવુ કહી વાતને ટાળી દીધી હતી જો કે આ પોલીસકર્મીનુ જો કાયદેસર મેડીકલ કરાવવામાં આવ્યુ હોત તો દૂધ નુ દૂધ અને પાણીનું પાણી થઈ ને રહેત તેમા કોઈ શંકાને સ્થાન નથી એવુ હાજર લોકો એ જણાવ્યુ હતુ.

જીલ્લા પોલીસવડા દ્વારા આ પોલીસકર્મી દારૂના નશામાં હોય તો તેની વિરુધ્ધ સખત કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો તો પણ તપાસનીશ અધિકારી દ્વારા કેમ કોઈ મેડીકલ રિપોર્ટ જેવી સામાન્ય કાર્યવાહી પણ કરવામા ન આવી એ પણ મોટો પ્રશ્ન છે જો આ જગ્યા એ સામાન્ય પ્રજા હોત તો શુ પોલીસ દ્વારા શંકાના આધારે મેડીકલ કર્યા વિનાજ વિના જ તેને છોડી મુકવામાં આવેત ?

- text