વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત ન રહી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વકીલો ખફા : મોરબીમાં રેલી આવેદન

- text


મુખ્ય ત્રણ માંગણી ને લઈ મોરબીના વકીલો કરશે વિરોધ પ્રદર્શન

મોરબી : વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત ન રહી શકે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બ4 કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અન્વયે મોરબીના વકીલ મંડળ દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વકીલોને હડતાલ પાડવા અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાની મનાઈ ફરમાવતા દિશા નિર્દેશ આપતા દેશભરના વકીલોમાં આ ચુકાદા અને કેન્દ્ર સરકારના વલણની આકરી ટીકા થઈ છે.

- text

વધુમાં આજે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના અન્વયે મોરબી શહેર જિલ્લાના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટના આ દિશા નિર્દેશના વિરોધમાં બપોરે ૩ વાગ્યે કોર્ટ કમ્પાઉન્ડથી કલેકટર કચેરી સુધી રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

વધુમાં વકીલ મંડળ દ્વારા નિવૃત ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી સરકારી કામગીરી બંધ કરાવવા પણ માંગ ઉઠાવવામાં આવનાર છે.

- text