પીપળી ગામમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસે જેતપર રોડ પર આવેલા પીપળી ગામે જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને ૧૬૯૫૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

તાલુકા પોલીસ મથકના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ શીવપાર્ક સોસાયટીના ચૌકમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમાતા જગદિશભાઇ હરજીભાઇ હરીપરા, ગણપતસિંહ રામભા ઝાલા, રમેશભાઇ ઓધવજીભાઇ કાવર, રમણભાઇ માણેકભાઇ પાનસુરીયા, રહે.પી૫ળી ગામ શિવ પાર્ક તા.જી. મોરબી વાળાઓને કુલ રોકડ રૂ.૧૬૯૫૦ તથા ગંજીપતાના પાના નંગ-પર સાથે રેઇડ દરમ્યાન ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુંન્હો દાખલ કર્યો હતો.

- text

દરોડાની આ કાર્યવાહી પીએસઆઈ એસ.એ.ગોહિલ, એ.એસ.આઈ મહિપતસિંહ જાડેજા, પો.કોન્સ.હિતેષભાઇ ચાવડા,અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા તથા ઉજવલદાન ગઢવીએ કરી હતી.

 

- text