મોરબીમાં લાયન્સ કલબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન

- text


પ્રમુખ તરીકે રમેશ રૂપાલાએ શપથ ગ્રહણ કર્યા : દાતાઓએ વિવિધ સેવાકાર્યો માટે દાનની સરવાણી વહાવી

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના વર્ષ ૨૦૧૮-૧૯ના વરાયેલા હોદેદારોનો શપથ સમારોહ પાટીદાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫વર્ષ થી ફોટોગ્રાફી એસોસિયેશનના પ્રમુખ રહી સુંદર કામગીરી કરનાર રમેશ રૂપાલાએ પ્રમુખ તરીકે શપથ લીધા હતા. જ્યારે સેક્રેટરી તરીખે કેશુભાઈ દેત્રોજાએ શપથ લીધા હતા.

આ પ્રસંગે તત્કાલીન પ્રમુખ ભીખાભાઇ લોરીયા, હિમતભાઈ ભોજાણી મગનભાઈ સંઘાણી, અમરશી ભાઈ અમૃતિયા, અને અન્ય મેમ્બરોએ પણ સપથ લીધા હતા. સપથ વિધિ સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચંદ્રકાન્ત દફ્તરીએ કરાવતા જણાવેલ કે કેરળમા આવી પડેલ આપતીમા ભારતની તમામ ક્લબો સહકાર આપી રહેલ છે કેરળ રાહત માં સીટી કલબ તરફ થી ૨૫ હજારનું અનુંદાન જાહેર કરવામાં આવેલ છે.

- text

ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈએ લાયન્સ કલબને ખૂબ અભિનંદન આપેલ હતા અને ૧૫ હજારનું અનુદાન જાહેર કરેલ હતું. નિખિલભાઈ જોશીએ સેવાને પ્રધાન્ય આપતી સંસ્થા પ્રત્યે આદરના ભાવો વ્યક્ત કરેલ હતા. મોરબીમા કિડની ડાયાલીસીસ સેન્ટર ચાલી રહેલ છે, તેના સંચાલકો ચંદ્રકાન્ત દફ્તરી, જનકભાઈ હીરાની, મગનભાઈ સંઘાણી, નિખિલભાઈ જોશીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ્રમુખ પદે થી બોલતા રમેશભાઈ રૂપાલાએ અપીલ કરી હતી કે કિડની ડાયાલિસીમા ફ્રી ડાયાલિસ માટે દાતાઓ આગળ આવે ,તેના જવાબ ૫ મિનિટ માજ ૧૭૦ ડાયાલિસના ૬૦૦ રૂપિયા મુજબ રૂ. ૧ લાખ એકઠા થઇ ગયા હતા.

વિધવાબહેનોની દીકરીઓના આગામી સમૂહ લગ્નમાં સોનાની ચૂક આપવાની જાહેરાત ભાવેશભાઈ બોજાણીએ કરી હતી. વશરામભાઈ ચીખલીયાએ વર્ષ દરમિયાન ૧ લાખ કબૂતરના ચણનો ખર્ચ આપવાનું જાહેર કરતા તેમનું સન્માન કરવામા આવેલ હતું. કાર્યક્રમ નું સંચાલન વીરેન્દ્ર પાટડીયા તથા મલય દફ્તરી એ કરેલ હતું.

- text