હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે મિત્રો સાથે રકતદાન કરી જન્મ દિવસ ઉજવ્યો

- text


હળવદ : હળવદ પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા પોલીસ કર્મીએ ૪૧માં જન્મ દિવસ નિમિતે સમાજ સેવામાં ઉપયોગી માનવ સેવાનો મહાન કાર્ય એવા રકતદાન કરી ઉજવ્યો હતો. આ જન્મ દિવસને યાદગાર બનાવવા પોલીસકર્મીએ મિત્રોને પણ રકતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જીવનના ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧માં જન્મ દિવસે રકતદાન કરી ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું છે.

- text

હળવદ પોલીસ મથકના અને ચરાડવાના બીટ જમાદાર વસંતભાઈ વઘેરાએ પોતાના ૪૧માં જન્મ દિવસની ઉજવણી સમાજ સેવામાં ઉપયોગી તથા માનવ સેવાના મહાનકાર્ય એવો રકતદાનનો કાર્યક્રમ યોજી ઉજવ્યો હતો. જેમાં મોરબીની સ્વામીનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી જાતે તથા મિત્રોને પણ રકતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને જન્મ દિવસની ઉજવણી સ્વેચ્છીક રકતદાન દ્વારા કરી સમાજ તેમજ પોલીસ બેડામાં ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે. ૪૧માં જન્મ દિવસે સ્વેચ્છીક રકતદાન કરી માનવ સેવાનું પ્રેરણાદાયી કાર્ય કરતા વસંતભાઈ વઘેરા અને સાથી મિત્રો નરેશભાઈ એમ. મકવાણા, કિશોરભાઈ એન.મકવાણા, સંજયભાઈ ટી. વાઘેલા, અસરફ બુખારીએ પણ રકતદાન કર્યું હતું અને તેમને સંસ્કાર બ્લડ બેંકના કર્મીઓએ આવકાર આપી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

- text