મોરબીમાં મહિલાના સ્વામિનારાયણ મંદિરે ૧૦૦ કિલો શાકભાજીના કલાત્મક હિંડોળા

- text


૧૦ બહેનોએ ૮ કલાકની મહેનત બાદ તૈયાર કર્યા આ હિંડોળા : મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

મોરબી : મોરબીના દરબારગઢ પાસે આવેલા બહેનોના સ્વામિનારાયણ મંદિરમાં ૧૦૦ કિલોના શાકભાજીના હિંડોળાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું. મંદિરમાં નિત્યસેવા કરતી ૧૦ બહેનોએ ૮ કલાકની મહેનત બાદ ભગવાન સ્વામિનારાયણના શાકભાજીના કલાત્મક હિંડોળા તૈયાર કર્યા હતા. જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

મોરબીના દરબાર ગઢ પાસે આવેલા નરનારાયણ દેવ મૂળુ તાળાનુ ૮૦ વર્ષ પુરાણું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જ્યાં બહેનો સેવા પૂજા કરે છે. ત્યારે વર્ષોની ધાર્મિક પરંપરા અનુસાર આ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં દરરોજ સેવા પૂજા કરતી ૧૦ બહેનોએ ૮ કલાકની મહેનત અને પોતાની આગવી કોઠા સૂઝથી ૧૦૦ કિલો શાકભાજીના કલાત્મક હિંડોળા તૈયાર કર્યા હતા.

- text

જેમાં ટમેટા, ભીંડો, ચોરી, ટીંડોળા, ગીસોડા, મકાઈના ડોડવા, ફ્લાવર સહિતના તમામ શાકભાજીની કલાત્મક ગૂંથણી કરીને ભગવાન સ્વામિનારાયણનો હિંડોળો બનાવીને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ભક્તોમાં આ શાકભાજીના કલાત્મક હિંડોળાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

આ ઉપરાંત ૧૩ હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જ્યારે ભગવાનના રથની પ્રતિકૃતિ પણ તૈયાર કરી હતી. સાથે ૫ કિલો ડ્રાયફ્રુટનો હિંડોળો પણ બનાવવામાં આવ્યો હતો. હિંડોળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.

- text