મોરબીના જેતપર ગામે ડોક્ટરે છેડતી કર્યાની ફરિયાદ

- text


મોરબી : મોરબીના જેતપર ગામના સરકારી હોસ્પિટલમાં નિદાન અર્થે આવેલી મહિલા દર્દી સાથે ડોકટરે જાતીય સતામણી કરીને છેડતી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતી અનુ. જાતિની એક મહિલા જેતપરના સરકારી દવાખાને ચેકઅપ માટે ગઈ હોય ત્યારે સરકારી ડોકટર ડેનિશ વરસાણીયાએ સારવાર કરવાને બહાને તેની છેડતી કરી હતી તેમજ જાતીય સતામણી કરી હોય જે સમગ્ર બનાવની મોરબી તાલુકા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે આરોપી ડોકટર વિરુદ્ધ છેડતી તેમજ એટ્રોસીટી મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text