મોરબીમાં ૨૪ મીથી જિલ્લા પોલીસ દ્વારા જીપીએસસીની પરીક્ષા માટે ફ્રી કોચિંગ

- text


સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે વર્ગોનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જીપીએસસી વર્ગ ૧ અને ૨ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોરબીના વિદ્યાર્થીઓ માટે ૨૪ ઓગષ્ટથી વિનામુલ્યે કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરાયો છે.

મોરબીના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થવા માટે જિલ્લા પોલીસવડા દ્વારા રાજકોટની ટીટીસી એકડેમીના સહયોગથી તદ્દન વિનામૂલ્યે કોચિંગ ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

વધુમાં સ્વામિનારાયણ સંસ્કારધામ સનાળા રોડ નવા બસસ્ટેન્ડ નજીક આવતીકાલે ૨૪ ઓગષ્ટથી શરૂ થનાર આ કોચિંગ ક્લાસમાં શુક્રવારે ૪ થી ૭ શનિવારે સવારે ૯ થી ૧૨ અને બપોરે ૨ થી ૫ તેમજ રવિવારે બપોરે ૧૨ થી ૫ દરમિયાન વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા જીપીએસસી પરીક્ષાની તૈયારી અંગે સચોટ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.

આ કોચિંગ ક્લાસમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ ટીટીસી કલાસીસ રાજકોટના મોબાઈલ નંબર ૮૦૦૦૨૭૮૯૧૦ અથવા ૯૭૨૪૦૦૦૩૬૬ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text