હળવદના સુંદરગઢ ગામે દેશી દારૂની મિનિ ફેક્ટરી ઝડપાઇ

- text


એલસીબીએ અલગ અલગ બે દરોડામાં ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો

હળવદ : મોરબી જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ ચાર્જ સાંભળતા જ દારૂ – જુગારના હાટડા પર તૂટી પડવા કરેલા આદેશને કારણે પોલીસ સિંઘમ બની કામ કરી રહી છે ત્યારે એલસીબીએ હળવદના સુંદરગઢ ગામે દેશીદરૂના બે દરોડામાં મીની ફેકટરી ઝડપી લઈ ૮૦ હજારનો મુદામાલ જપ્ત કરતા બુટલેગરો અને દેશીના પીઠા ચલાવતા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસની ટીમે ચોક્કસ બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં આરોપી રમેશ ગોરધનભાઇ ચરમારીની વાડીમાં દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેઇડ કરતા દેશીદારૂ લીટર ૯૦ કી.રૂ.૧૮૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૫૦૦ કિ.રૂ.૭૦૦૦ તથા મોટરસાયકલ – ર કિ.રૂ.૭૦૦૦૦ તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૧૬૦૦ મળી કુલ કિ.રૂ. ૮૦૪૦૦ નો મુદામાલ પક્ડી પાડી અન્ય આરોપી મહેશ ઉર્ફે મચ્છો મગનભાઇ કોળી તથા મુન્નાભાઇ મગનભાઇ કોળી રહે બન્ને સુંદરગઢ વાળાના નામ ખોલેલે હતા.

- text

આ ઉપરાંત આરોપી વિનોદ ગોરધનભાઇ ચરમારી વાળાની વાડીએ રેઇડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૮૦૦ કિ.રૂ.૧૬૦૦ નો પકડી પાડેલ હતો આમ મોરબી એલ.સી.બી.એ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પ્રોહીબીશન અંગે બે રેઇડો કરી દેશીદારૂ લી.૯૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૩૦૦ તથા મોટરસાયક્લ સહિતનો મુદામાલ મળી કુલ કી.રૂ.૮ર.૦૦૦ પકડી પાડી હળવદ પો.સ્ટેશનમાં બે ગુના રજીસ્ટર કરાયેલ છે.

- text