મગફળી કૌભાંડમાં વાઘજીભાઈ બોડાના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ

- text


નાફેડના જુનિયર ફિલ્ડ ઓફિસર તરીકે કૌભાંડમાં સંડોવણી ખુલી

ટંકારા : ટેકાના ભાવે ખરીદવામાં આવેલ સરકારી મગફળીમાં માટી, કાંકરાની ઘાલમેલ કરવા મામલે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના કૌટુંબિક ભત્રીજા સહિત ૧૯ કૌભાંડિયાઓની પોલીસે ધરપકડ કરતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢની ધણેજ સહકારી મંડળી દ્વારા ખરીદાયેલ ટેકાના ભાવની મગફળી જેતપુરના પેઢલા ગામમાં રાખવામાં આવી હતી અને આ મગફળીમાં ધૂળ, ઢેફા, અનસ કાંકરાની મિલાવટ કરવામાં આવતા આ મામલે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા કડક હાથે તપાસ શરૂ કરી અગાઉ ત્રણ શખ્સોની ધરપકડ કરાયા બાદ આજે વધુ ૧૯ આરોપીઓને ઝડપી લેવાયા છે જેમાં ગુજકોટ વેર હાઉસના મેનેજર મગન ઝાલાવડીયા નો પણ સમાવેશ થાય છે.

- text

વધુમાં મગફળીમાં કાંકરા, ધૂળ અને ઢેફાની મિલાવટમાં નાફેડના જુનિયર ફિલ્ડ ઓફિસર રોહિત લક્ષમણભાઈ બોડાની પણ સંડોવણી ખુલતા પોલીસે તેને ટંકારાના લખધીરગઢ ગામેથી ઝડપી લીધો હતો. આરોપી રોહિત બોડા નાફેડના વાઘજીભાઈનો કૌટુંબિક ભત્રીજો થતો હોવાનું સામે આવ્યું છે.

- text