મોરબી નગર દરવાજા ચોકમા રાતો – રાત પેવર બ્લોક પથરાયા

- text


વરસાદી પાણીમાં લોકોને હેરાનગતિ ન થાય તે માટે પ્રમુખ વિલપરાએ કરાવેલી કામગીરી

મોરબી : સતત ગટર ઉભરાવવાની સમસ્યા અને વરસાદી પાણી ભરવાની સમસ્યાના નિરાકરણ માટે મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ નગર દરવાજા ચોકમાં રાતો રાત પેવર બ્લોક પથરાવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

મોરબી નગરપાલીકાના નવનિયુક્ત પ્રમુખ કેતનભાઈ વિલપરા તથા અન્ય આગેવાનો દ્વારા ગતરાત્રે નગર દરવાજા ના ચોકમા પાણીનો ભરાવો ન થાય તે હેતુસર પેવર બ્લોક પાથરવામા આવ્યા હતા, ઉલ્લેખનિય છે કે અહીં ગટરના પાણી ભરાવાની સમસ્યા કાયમી બની હોય પ્રમુખ દ્વારા તાબડતોબ કામગીરી કરવાઈ હતી.

- text

નગર દરવાજા ચોકમાં પેવર બ્લોક નાખવા અંગે મોરબી નગરપાલીકાના પ્રમુખ કેતનભાઈ વિલપરાએ જણાવ્યુ હતુ કે પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે અમો કટીબધ્ધ છીએ અને શક્ય તેટલી પ્રજાની સુખાકારીમા વધારો કરવા અમે પ્રયત્નશીલ છીએ. અગાઉના શાશકોના શાસન દરમિયાન પ્રજાને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે પરંતુ અમે તે દરેક મુશ્કેલી ને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

આ તકે, ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, રહીમભાઈ રાઠોડ અને ચિરાગરાચ્છ વગેરે આગેવાનો સાથે રહ્યા હતા.

- text