મોરબીમાં નજરબાગ રોડ પર મોબાઈલ ટાવર સામે સ્થાનિકોનો વિરોધ

- text


સ્કૂલ નજીક ટાવર ઉભો કરવાની પેરવી કરાતા કલેકટરને ફરિયાદ

મોરબી : મોરબીના નજરબાગ રોડ પર એન.જી.મહેતા સ્કૂલ નજીક મોબાઈલ ટાવર ઉભો કરવાની પેરવી કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે, આ મામલે આજે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ભડિયાદ રોડ પર નજરબાગ પાસે એન.જી.મહેતા હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ સ્કૂલ નજીક જ ખુલ્લા પ્લોટમાં મોબાઇલ ટાવર ઉભો કરવા હિલચાલ શરૂ કરવામાં આવતા આ મામલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા અશોકભાઈ કાંતિભાઈ મજેઠીયાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મોબાઈલ ટાવર સામે વિરોધ નોંધાવ્યો હતો.

- text

આ વિસ્તારના રહેવાસીઓને મતે જો અહીં મોબાઇલ ટાવર ઉભો થાય તો શાળાના બાળકો અને સ્થાનિક રહેવાસીઓ પર મોબાઈલ ટાવરના રેડિએશનની વિપરીત અસર પડે તેમ હોવાની દહેશત વ્યક્ત કરી આ ટાવર નાખવા મંજૂરી નહિ આપવા માંગણી ઉઠાવી હતી.

 

- text