મોરબીમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળા સાથે કૌટુંબિક સગાએ જ કર્યા શારિરીક અડપલા

- text


નરાધમની હરકત નજરે જોઈ જતા માતાએ બી ડીવીઝન પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તાર સાડા ચાર વર્ષની માસૂમ બાળકી સાથે તેના જ કૌટુંબિક સગાએ નજર બગાડી શારીરિક અડપલાં કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બાળકીની માતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રણછોડનગર વિસ્તારમાં શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક સગાએ જ નજર બગાડી હોવાનો બનાવ બન્યો છે. ભગવાનજી હીરાભાઈ વઘોરા રહે. મોરબી નામનો શખ્સ રણછોડનગરમાં તેમના સગાના ઘરે ગયો હોય ત્યારે માસૂમ બાળકીના પિતા સિરામિકમાં મજુરી કામે ગયા હતા અને માતા ઘરકામ કરતી હતી. ત્યારે આ સમયનો લાભ લઈને નરાધમે શખ્સે માસૂમ બાળકી પર નજર બગાડી હતી માતા પરત ફરી તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ કારણકે બાળકી સાથે આ શખ્શ શારીરિક અડપલા કરી રહ્યો હતો.

- text

આ શખ્સ સાડા ચાર વર્ષની દીકરી સાથે ચેનચાળા કરતો જણાય આવતા માતા ગુસ્સે ભરાઈ હતી અને તુરંત આરોપીને ધક્કો દઈને હડસેલી દઈને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ છેડતી અને પોકસો એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text