મોરબીમાં લેબરકોર્ટ શરૂ થશે : ૧૬મીએ ઉદ્દઘાટન

- text


લેબર કોર્ટ દર મહિનાના ત્રીજા અઠવાડિયામાં કાર્યરત રહેશે

મોરબી : મોરબીમાં આગામી તા. ૧૬ ને સોમવારથી લેબર કોર્ટ શરૂ થવા જઈ રહી છે. આ લેબર કોર્ટ દર મહિનાના ત્રીજા અઠવાડિયામાં કાર્યરત રહેશે. લેબર કોર્ટનો ૧૬મીએ ઉદ્દઘાટન સમારોહ યોજાનાર છે.

- text

મોરબીના લાલબાગ ખાતે આવેલા કોર્ટ બિલ્ડિંગમાં આગામી તા. ૧૬ ને સોમવારથી લેબર કોર્ટ શરૂ થવા જઈ રહી છે. જેનું ઉદ્દઘાટન સવારે ૧૦ કલાકે થનાર છે. આ લેબર કોર્ટ દર મહિનાના ત્રીજા અઠવાડિયામાં કાર્યરત રહેશે. લેબર કોર્ટના ઉદ્દઘાટન પ્રસંગે હાજર રહેવા તમામ વકીલોને મોરબી બાર એસોસિએશન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text