ઇન્દોરથી વેરાવળ વચ્ચે શરૂ કરાયેલી નવી એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર હોલ્ટ અપાયો

- text


વાંકાનેર : ઇન્દોરથી વેરાવળ સુધીની નવી શરૂ કરાયેલી વિકલી એક્સપ્રેસ ટ્રેનને વાંકાનેર હોલ્ટ આપવામાં આવ્યો છે. જેનો લાભ મોરબી જિલ્લાના મિસાફરોને મળી શકશે. આ ટ્રેન આવતીકાલે શુક્રવારથી ઇન્દોર ખાતેથી શરૂ થશે.

આવતીકાલે તા.૨૯ ને શુક્રવારથી ઇન્દોર અને વેરાવળ વચ્ચે વિકલી એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન આવતીકાલે ઇન્દોર ખાતેથી સાંજે ૫ કલાકે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન દેવાસ, ઉજૈન, રતલામ, ગોધરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ હોલ્ટ લેશે.

- text

- text