મોરબી : બોલરોએ રીક્ષા હડફેટે લેતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબીના નવી પીપળી ગામ નજીક બોલેરો જીપે સીએનજી રિક્ષાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા પીપળી ગામ નજીક સીએનજીને બોલેરો ચાલકે હડફેટે લેતા રિક્ષામાં બેસીને જઇ રહેલા ગૌરીબેન વસરામભાઈ ઉભડિયા ઉ. ૫૫ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

વધુમાં ગંભીર ઇજાગ્રસ્ત ગૌરીબેનને પ્રથમ મોરબી બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે રાજકોટ પોલીસને જાણ કરી છે.

 

- text