મોરબીમાં રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ યોજી પુત્ર દ્વારા સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ

- text


મોરબી : મોરબીમાં આગામી રવિવારે સ્વર્ગસ્થ માતાને અનોખી શ્રદ્ધાંજલિ આપવા પુત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

મોરબીના પરસોત્તમભાઈ ઠાકરશીભાઈ રોજમાળા દ્વારા તેમના માતુશ્રી સ્વ. જેતિબેનને શ્રદ્ધાંજલિ આપવા આગામી તા. ૧૦ ને રવિવારના રોજ આલાપ પાર્ક – ૩ બ્લોક નંબર ૯૧ ખાતે સવારે ૮ થી ૧૧ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે.

- text

સામાન્ય રીતે પુણ્યતિથિએ જુદા જુદા પ્રકલ્પ કરી સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અપાતી હોય છે પરંતુ રોજમાળા પરિવાર દ્વારા કોઈની અમૂલ્ય જિંદગી બચાવવાના ઉમદા આશય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જેથી સેવાભાવી લોકોએ આ રક્તદાન કેમ્પમાં જોડાઈ રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કરવા રોજમાળા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text