વાંકાનેરના અગાભી પીપળીયામાં યુવાને દવા પીધી

- text


વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અગાભીપીપળીયા ગામે રહેતા હરેશ લખમણભાઈ પરમાર ઉ. ૪૦ નામના યુવાને પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

- text

ઘટના અંગે રાજકોટ પ્રનગર પોલીસે પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ માટે વાંકાનેર પોલીસને જાણ કરી છે.

- text