મોરબીમાં ધોરણ ૯માં ઓછા ટકા આવતા વિદ્યાર્થીનો આપઘાત

- text


માતાપિતા મજૂરી કામ કરવા ગયા અને ઘેર ગળેફાંસો ખાઈ લીધો

મોરબી : આજના ભારેખમ બોજવાળા ભણતર અને ટકાવારીની લ્હાયમાં મોરબીના લીલાપર ગામમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા બાળકે આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા શ્રમિક પરિવારના અશ્વિન અરજણભાઈ સોલંકી ઉ.૧૫ નામના બાળકે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

- text

મૃતક અશ્વિનના પિતાના જણાવ્યા મુજબ ધોરણ ૯ માં ૪૦ ટકા માર્ક્સ આવતા છેલ્લા ૧૫ દિવસથી અશ્વિન ગુમસુમ રહેતો હતો અને આજે માતા અને પિતા મજૂરી કામ કરવા બહાર જતાની સાથે જ અશ્વિને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ કરુંણ ઘટના આજની શિક્ષણ વ્યવસ્થા અને માર્કસની લ્હાયનું ગંભીર પરિણામ હોવાનું મનાય રહ્યું છે.

- text