મોરબીના શકત શનાળા ગામે ૨૩મીથી ભાગવત સપ્તાહ

- text


રાત્રી કાર્યક્રમોમાં હાસ્ય દરબાર, શ્રીનાથજીની ઝાંખી અને લોકડાયરાનું આયોજન

મોરબી : મોરબીના શકતશનાળા ગામે કડવા પાટીદાર સમાજની વાડીમાં આગામી તા.૧૩ થી ૨૯ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.જીજ્ઞેશદાદા વ્યાસપીઠેથી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

કડવા પાટીદાર સમાજ વાડી, શકત શનાળા, મોરબી ખાતે આગામી તા. ૨૩ થી ૨૯ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં દરરોજ સવારે ૮ થી બપોરે ૧ સુધી પૂ. જીજ્ઞેશદાદા કથાનું પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવશે. આ કથાનો લાભ લેવા આયોજકોએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text

કથા દરમિયાન રાત્રી કાર્યક્રમોમાં તા.૨૪ ને ગુરુવારે જીતુભાઇ દ્વારકાવાળા તથા ગુણવંતભાઈ ચુડાસમાંનો હાસ્ય દરબાર, તા.૨૬ને શનિવારે દેવભાઈ ભટ્ટ તથા ૪૦ સાથી કલાકારો દ્વારા શ્રીનાથજીની ઝાંખી, તા.૨૮ને સોમવારે અલ્પાબેન પટેલ અને નારણભાઈ ઠાકરનો લોકડાયરો યોજાશે.

- text