મોરબીમાં સોનાના દાગીનાનો હાથ ફેરો કરનારા બે આરોપીઓને ૨ વર્ષની સજા

- text


મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોનાનાં દાગીનાની ચોરી કરનાર બે શખ્સોને કોર્ટે બે વર્ષની કેદ અને રૂ. ૨ હજારનો દંડ ફટકાર્યો છે.

તા.૭/૦૧/૨૦૧૪ ના રોજ રિઝવાનાબેન ઈકબાલભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ઘરકામ કરવા માટે બહાર ગયા હતા. ત્યાર બાદ તેઓ પરત ફરીને આવ્યા તો ઘરના તાળા તૂટેલા હતા અને તિજોરીમાં રાખેલા દાગીના ચોરી થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરી કરનાર યુનુસભાઈ અલીમામદભાઈ બ્લોચ અને કરીમભાઈ કાદરભાઈ બ્લોચને પકડી પાડ્યા હતા.

- text

આ કેસ મોરબી એડી.જજ દવે સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એ. ગૌરીની દલીલો ધ્યાને લઇ બન્ને આરોપીઓને કોર્ટે તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રૂ.૨ હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીઓ જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

- text