મોરબીના લાલપર નજીક ઓટોરિક્ષા – કાર વચ્ચે અકસ્માત : એકનું મોત

- text


મોરબી : મોરબી નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામીક પાસે ઓટો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે લાલપર નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક પાસે ઓટો રિક્ષા નંબર જીજે-૩-૭૫૩૬ ને આર.જે.-૧૪-જી.ઇ.૨૩૭૫ એ પાછળયી ઠોકર મારતાં ઓટો રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text