મોરબી જિલ્લાની તિજોરી કચેરી જાહેર રજામાં પણ ખુલી રહેશે

- text


નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય આગામી તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જાહેર રજામાં કચેરી ખુલ્લી રાખવા આદેશ

મોરબી : મોરબી જિલ્લાની તમામ કચેરીઓને જણાવવાનું કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ ના આખરના હિસાબી માર્ચ માસ દરમ્યાન દરેક કચેરીઓને સમયસર બીલો રજુ કરી દેવા અંગે પરિપત્રથી જરૂરી સુચનાઓ દરેક કચેરીઓને પાઠવવામાં આવેલ છે.
દરેક કચેરીઓના બીલોના ચુકવણા તથા ચકાસણી અંગેની કામગીરી માટે તિજોરી કચેરીને પુરતો સમય મળી રહે તે માટે આગામી તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ આવતી જાહેર રજાઓમાં પણ તિજોરી કચેરીઓ ચાલુ રાખવાની સુચના થયેલ હોય જેથી તા.૨૯ અને ૩૦ ની જાહેર રજાઓમાં પણ મોરબી જિલ્લાની તિજોરી કચેરી તેમજ તાબાની પેટા તિજોરી કચેરીઓનું કામકાજ ચાલુ રાખવામાં આવશે.

- text

જે અંગે જિલ્લાની તમામ કચેરીઓને જાણ કરવામાં આવે છે. તા.૩૧-૩-૨૦૧૮ના રોજ બપોરે ૩:૦૦ કલાક સુધી દરેક કચેરીઓના બીલો સ્વીકારવામાં આવશે. જે બાબત અંગત ધ્યાને લઈ તે મુજબનું દરેક કર્મચારીઓએ આયોજન ગોઠવવાનું રહેશે, તેમ મોરબી જિલ્લા તિજોરી અધિકારી ડૉ.કીર્તીબા વાઘેલાએ જણાવ્યું છે.

- text