ટંકારના લજાઈમાં દિવ્યાંગ બાળકો માટે તાલુકાકક્ષાનો રમતોત્સવ યોજાયો

- text


વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે યોજાયેલ રમતોત્સવમાં ૭૦ બાળકોએ ભાગ લીધો

ટંકારા : વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી નિમીતે બીઆરસી ભવન ટંકારા દ્વારા લજાઈ ખાતે દિવ્યાંગ બાળકો માટે તાલુકા કક્ષાના રામતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ૭૦ બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

બીઆરસી ભવન ટંકારા દ્વારા લજાઈ મુકામેં દિવ્યાંગ બાળકો માટે યોજાયેલ તાલુકાકક્ષાના રમતોત્સવમાં બાળકો માટે અલગ અલગ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં કોથળા દોડ, ૫૦ મીટર દોડ, ભૂખ્યા પક્ષી, નિશાન તાક, વગેરે રમતો યોજવામાં આવી હતી અને રમતોત્સવમાં ભાગ લેનાર બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

- text

રામતોત્સવ પૂર્વે બાળકો દ્વારા લજાઈ ખાતે વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી રમતોત્સવમાં કુલ ૭૦ બાળકોએ ભાગ લેતા કન્યાશાળાના આચાર્ય ગોવિંદભાઇ બાલાસરા દ્વારા બાળકોને શિલ્ડ આપવામાં આવ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા બીઆરસી કો ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, બીઆરસી આઈઇડી પન્નાબેન, આરટી હસમુખભાઈ તેમજ તમામ સીઆરસી મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text