મોરબીમાં ધૂળેટીએ જાહેરમાં કલર ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકવા માંગ

- text


રવાપર રોડની જુદી – જુદી સોસાયટી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ જાહેરમાં કલર ઉડાડવાથી લોકોને થતી હેરાન ગતિ રોકવા રજુઆત

મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વિવિધ સોસાયટીના રહેવાસીઓ દ્વારા હોળી ધુળેટી પર્વ ઉપર જાહેરમાં કલર ઉડાડી લોકોને થતી હેરાનગતિ રોકવા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માંગણી કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ ધુળેટીના પર્વ ઉપર આડેધડ જાહેરમાં કેમિકલ યુક્ત કલર ઉડાવવાનું પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે, ખતરનાક કેમિકલ વાળા જોખમી કલરને કારણે લોકોને ખંજવાળ આવવી, આંખમાં બળતરા થવી, ખાંસી, શરદી, ફેફસામાં ઇન્ફેક્શન લાગવા ઉપરાંત એલર્જી વાળા દર્દીઓની હાલત ખરાબ થઈ જતી હોય ધુળેટી પર્વ જાહેરમાં કલર ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકવા માંગણી ઉઠાવવામાં આવી છે.

- text

વધુમાં જાહેરમાં કલર ઉડાવવાને પગલે ઘણી વખત જાહેરમાં માથાકૂટ પણ થતી હોવાના બનાવો બનતા હોય રજુઆત કર્તાઓ દ્વારા ધુળેટીના દિવસે પોલીસ પેટ્રોલિંગ વધારી જાહેરમાં કલર ઉડાવવાથી કોઈ ને હેરાન ગતિ ન થાય તે જોવા અંતમાં માંગ કરવામાં આવી હતી.

- text