હળવદ તાલુકાના ભલગામડામાં જય વેલનાથ સમિતિ દ્વારા સમૂહલગ્ન યોજાયા

- text


તાલુકાના ઠાકોર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નોત્સવમાં ૨૬ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

હળવદ તાલુકાના ભલગામડા ગામે જય વેલનાથ સમિતિ દ્વારા આયોજિત ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાસંદ તેમજ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ૨૬ નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો તમામ દિકરીઓને દાતાઓ દ્વારા કરીયાવરમાં ભેટ-સોગાદો આપવામાં આવી હતી તદ ઉપરાંત આ સમૂહલગ્નમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન હળવદ તાલુકાના ભલગામડા ખાતે કરવામાં આવ્યું હતું. ભલગામડામાં યોજાયેલ ચોથા સમૂહ લગ્નમાં સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ મહાનુભાવોએ ૨૬ દિકરીઓને આર્શિવચન પાઠવ્યા હતા તો સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ દેવજીભાઈ ફતેપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મના કલાકાર અલ્કા જોષી અને શામજીભાઈએ હાજરી આપી સમૂહ લગ્નોત્સવમાં શોભાની અભિવૃદ્ધિ કરી હતી.

- text

હળવદના ભલગામડા ગામે જય વેલનાથ સમુહ લગ્ન સમિતિ દ્વારા મંગળવારે ચોથા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૨૬ નવદંપતિઓએ શાશ્ત્રોક્ત વિધીથી પ્રભુતામાં પગલા માંડ્યા હતા.તેમજ તમામ નવ પરણીત કન્યાઓને કરીયાવરમાં સોના-ચાંદી સહિત ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. તો સાથોસાથ સમુહ લગ્ન સમિતિ દ્વારા ચોથા સમૂહ લગ્ન નિમિત્તે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાથાણી વોલન્ટરી બ્લડ બેન્ક રાજકોટ દ્વારા ૩૦થી વધારે રકતની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. જેમાં નાથાણી બ્લડ બેન્કના સ્ટાફ દ્વારા રકતદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે હળવદ તાલુકાના ભલગામડા ગામે ઠાકોર સમાજના યોજાયેલ ચોથા સમૂહ લગ્નોત્સવમાં ૨૬ નવ દંપતિઓને આર્શીવાદ આપવા ઠાકોર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જય વેલનાથ સમુહ લગ્ન સમિતિના આયોજકોએ જહેમત ઉઠાવી હતી.

 

- text