મોરબી : નવલખી રોડ પર કારચાલકે મોટર સાયકલને ઠોકરે ચડાવ્યું

- text


મોરબી : મોરબી નવલખી રોડ પર ફોર્ડ ફિગો કારનાં ચાલકે બેફકરાઈથી ગાડી ચલાવી મોટર સાઈકલને હડફેટે લેતા મોટર સાયલ ચાલકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડેલ હતો

જણવા મળ્યા મુજબ રાજેશભાઇ પ્રેમજીભાઇ રાણા જાતે ઉ. ૪૪ રે. મોરબી શ્રધ્ધા પાર્ક ગાયત્રી નગર પાછળ વાવડી રોડ જિલ્લો મોરબી વાળાને ફોર્ડ કંપનીની ફીગો ફોર વ્હીલ ગાડી નંબર જી.જે-૦૧-કેઆર-૯૦૦૯ ના ચાલકે પોતાના હવાલાવાળીફોર્ડ ફીગો કાર પુરઝડપે અને બેદરકારી રીતે મનુષ્ય ની જીંદગી ઝોખમાયતે રીતે ચલાવી આગળ જતા ટ્રેઇલર નો ઓવરટેક કરવા જતા સામેથી આવતા ફરીયાદીના મોટર સાયકલ ન-જી.જે.૦૩-એફએસ-૪૨૦૨ વાળાને હડફેટે લઇ પછાડી દઇ ફરીને જમણા હાથે તથા જમણા પગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text