મોરબીમાં કોલગેસનો ઝેરી કદળો ભરેલું ટેન્કર ઝડપાયું

- text


રફાળેશ્વર નજીક પ્રદુષિત કેમિકલ ઠાલવાઈ તે પહેલાં જ પોલીસે ટેન્કર ચાલકને ઝડપી લીધો

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ દ્વારા કોલગેસ પ્લાન્ટનો કદળો વિજ્ઞાનિક રીતે નાશ કરવાને બદલે જાહેરમાં ઠાલવતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે ગઈકાલે પોલીસે રફાળેશ્વર નજીકથી આવા ઝેરી કદળો ભરેલ ટેન્કર ઝડપી લેતા ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર નજીક આવેલ ઇસ્કોન ચેમ્બર પાછળથી ઝેરી કચરો ટેન્કરમાં ભરીને કોઈ જગ્યાએ ઠાલવવા લઇ જવામાં આવતો હોવાની બાતમીને પગલે પોલીસે આ ટેન્કર ચાલકને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં રફાળેશ્વર ઇસ્કોન ચેમ્બર નજીકથી ઝડપાયેલા ટેન્કર નંબર જીજે ૧૪ જીસી ૮૪૫૨ માં આધાર કે પરવાનગી વગર ઝેરી કદળો લઈને નિકળનાર ડ્રાઇવરે આ ઝેરી પદાર્થ આશા માર્કેટિંગ વાળા વિજયભાઈ દેવરાજભાઈ ખાંભલાએ ભરી આપ્યો હોવાનું જણાવ્યુ હતું.

- text

જો કે પોલીસે ઊંડી છાન ભિનમાં પડવાને બદલે હાલ તુર્ત ટેન્કર ચાલક છોટુરામ બાલારામ ગુર્જર રહે-ધંધોલી રાજસ્થાન વાળને અટકાયતમાં લઈ વિજય દેવરાજભાઈ ખાંભલા રહે શકત શનાળા વાળની શોધખોળ શરુ કરી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીને ધોરણસરની કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text