મોરબીમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાલયનું ઉદઘાટન

- text


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન

મોરબી : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કર્યો કરવાની ભાવના સાથે મોરબીમાં  તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંગઠનના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

- text

સમગ્ર દેશમાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંગઠનનું ખુબજ મોટું નામ છે જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું અદકેરું સ્થાન છે, જેથી શિક્ષકોના આ સંગઠન દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે નવા બસટેન્ડ મોરબી સામે હોટલ મનાલી નીચે ઇલોરા શોપિંગ સેન્ટરમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠનના વિધિવત કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી.જાડેજા ના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું., આ તકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ, કોષધ્યક્ષ ભાભલુંભાઈ વરૂ, ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, મોરબી જિલ્લા પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી યુસુબભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા તથા રમેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહયા હતા.

 

- text