ટંકારા : લતિપર ચોકડી પાસે તાત્કાલિક બસ પીકઅપ પોઈન્ટ ઉભું કરાવવાની માંગ

- text


ટંકારા વિધાર્થી એકતા સંગઠન સહિતની સંસ્થા દ્વારા આવેદન અપાયું : બસ સ્ટેન્ડ તો નથી પણ ઉભુ રહેવા માટે ની જગ્યા પણ ઓવરબ્રિઝ નુ કામ શરૂ થતા છીનવાય : મુસાફરો મુશ્કેલીમાં

ટંકારા : ટંકારા તાલુકો હોવા છતાં પણ અહીં બસ સ્ટેન્ડ જેવી જરૂરી સુવિધા તો નથી પંરતુ મુસાફરો એ જાતેજ ઉભો કરેલો પિક. અપ પોઈન્ટ પણ ચાર માર્ગી અને ઓવરબ્રિઝ બનતા છીનવાયુ છે ત્યારે રાજકોટ મોરબી જવા માટે મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ટંકારા વિધાર્થી એકતા સંગઠન પ્રમુખ બેચર ધોડાસરા સહિત ગાહક સુરક્ષા પ્રમુખ ગૌતમ. વામજા. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ભુપત ગોધાણી. યુવા ભાજપ ના ભાવિન સેજપાલ. કુકડીયા. સહીત ના યુવા કાર્યકરો અને આગેવાનો મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું

- text

જેમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલા વૈચારિક કાંતિ ના જનક મહાન સમાજ સુધારક મહષિઁ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થળ પર બોધ્ધોત્સવ કાર્યક્રમ દરમિયાન દેશ અને દુનિયા માથી હજારો ઋષિ પ્રેમી અહી આવતા હોય તો બસ જેવી તકલીફ એ આપણી સાખ ને તકલીફ પડે તેવી બાબત છે અને અહીં દરરોજ અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ અપ ડાઉન કરે છે અને ગરમી ની મોસમ પણ આવતી હોય તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અંતમાં જો તંત્ર દ્વારા આ બાબતે ધટતુ કરવા મા નહી આવે તો ક્રાંતિકારી માર્ગે કચેરી ની બેસવાની ખુરશી મુસાફરો માટે રોડ ઉપર ગોઠવવી પડશે માટે એસ ટી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા તાકીદે યોગ્ય કામગીરી હાથ ધરી ને ફરજ પાલન કરે તેવી રજૂઆત મામલતદાર પંડયા ને કરી હતી.

 

- text