બે અલગ અલગ કેસમાં સજા ફટકારતી મોરબી કોર્ટ

- text


પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં પતિ સહિતના સાસરિયાઓને ત્રણ વર્ષની કેદ અને અકસ્માતના કેસમાં એક વર્ષની સજા ફટકારી

મોરબી : મોરબીની કોર્ટે ગઈકાલે બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી હતી. જેમાં પરિણીતાને ત્રાસ આપવાના કેસમાં પતિ સહિતના સાસરિયાઓને ત્રણ વર્ષની કેદ અને અકસ્માતના કેસમાં એક વર્ષની સજા ફટકારી

- text

પરણિતાને ત્રાસ આપવાના કેસની વિગત જોઈએ તો મૂળ અમદાવાદના રહીશ શિલ્પાબેનના લગ્ન મોરબીમાં થયા હતા અને લગ્ન જીવનમાં બે સંતાનોનો જન્મ થયો હતો. બાદમાં પતિ નરેન્દ્ર, સાસુ રેખાબેન, સસરા મુકેશભાઈ અને દિયર અમિત દ્વારા શિલ્પાબેનને નાની – નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા આ બાબતે મોરબી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી.આ કેસ મોરબીના એ.એચ.દવે સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પતિ નરેન્દ્ર સહિત સાસુ, સસરા, અને દિયર વિરુદ્ધ ગુન્હો સાબિત માની ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૫૦૪, ૪૯૮ (ક) તથા ૧૧૪ ના કામે સયુંકત રીતે ત્રણ વર્ષની સાદી કેદ અને ૨૫૦૦૦ રૂપિયા ફરિયાદીને વળતર રૂપે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં એ.પી.પી. આર.એ.ગોરીની દલીલો અદાલતે માન્ય રાખી ઘરેલુ હિંસા આચરતા અન્ય સાસરિયાઓ વિરુદ્ધ બોધપાઠ રૂપ ચુકાદો આપ્યો હતો.
જયારે બીજા કેસમાં એ.એચ.દવે સાહેબની કોર્ટે મોરબી નજીક નેશનલ હાઇવે પર 19/12/2015ના રોજ નાગડાવાસના મુન્નાભાઈ ખોડાભાઈ અને રમેશભાઈના બાઇકને હડફેટે લૈઅક્સ્માત કરનાર આરોપી બોલેરો ચાલાક મૌલિક વસાભાઇ ગુર્જરને એક વર્ષની કેદ અને રૂ.2500નો દંડ ફટકાર્યો હતો.

- text