ટંકારામાં વિદ્યાર્થી એકતા સંગઠનની રચના

- text


પ્રમુખ તરીકે યુવા નેતા બેચર ઘોડાસરની નિમણુંક : અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત આપવા રણશીંગુ ફૂંકાયું

ટંકારા : અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડતી જુદ – જુદી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી ટંકારામાં વિદ્યાર્થી એકતા સંગઠનની રચના કરવામાં આવી છે જેના પ્રમુખ તરીકે યુવા નેતા બેચર ઘોડાસરની નિમણુંક કરવામાં આવી છે.

ટંકારા તાલુકાના વિદ્યાર્થીઓને અપડાઉનથી લઈ અનેક નાની મોટી સમસ્યા સતાવે છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવા વિદ્યાર્થી એકતા સંગઠનની રચના કરવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં અનિયમિત એસટી બસનો મુદ્દો હાથ પર લેવામાં આવ્યો છે.

વધુમાં વિદ્યાર્થી એકતા સંગઠનના પ્રમુખ તરીકે બેચર ઘોડાસરાની નિમણુંક કરી કમિટી સભ્ય તરીકે રાજ પંડ્યા, રવિ દેસાઈ, હર્ષદ પટેલ અને ધવલ પાટીદારનો સમાવેશ કરાયો છે.

- text

વધુમાં વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ જયેશ ભટાસણાએ જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો કે વાલીઓને કોઈ પણ સમસ્યા હોય તો મો.૯૬૦૧૬ ૯૬૫૯૬ પર સંપર્ક કરી અથવા લક્ષ્મી નારાયણ સિઝન સેન્ટરની ઓફીસ, લક્ષ્મીનારાયણ મંદિર પાસે ટંકારા ખાતે ટપાલ કે રૂબરૂ સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ વિદ્યાર્થીઓને બેન્ક ખાતામાં રૂપિયા ૨૦૦૦ ફરજીયાત રાખવાના બેંકના મનસ્વી નિયમ સામે જિલ્લા કલેક્ટરમાં રજુઆત કરી સંગઠન દ્વારા વિધાર્થીઓનો પ્રશ્ન હલ કરાયો હતો એ જ રીતે ભવિષ્યમાં પણ આ સંગઠન લડત આપતું રહેશે તેવું અંતમાં સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું.

- text