ભેંસ અને કપાસ ચોરી કરતી અઠંગ ત્રિપુટીને ઝડપી લેતી મોરબી એલસીબી

- text


હળવદ તાલુકાના કપાસ ચોરીના બે ભેદ સહિત મહેસાણા, પાટણ જિલ્લાની ૧૧ ભેંસ ચોરીના ગુન્હાનો ભેદ ઉકરલાયો

મોરબી : મોરબી એલસીબી પોલીસે પાટણ, મહેસાણા અને મોરબી જિલ્લામાં સીમચોરી અને ભેંસ ચોરીના ૧૩ ગુન્હાઓમાં સંડોવાયેલ અઠંગ ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

સીમચોરી કરી અદ્રશ્ય થઈ જતી અને પશુઓ ચોરી વેચી મારતી અઠંગ ત્રિપુટીને ઝડપી લેનાર મોરબી એલસીબી ટીમની કામગીરી અંગે વિગતો આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસે જણાવ્યું હતું કે હળવદના ૧૭૩ મણ કપાસ ચોરીના બે અલગ અલગ ગુન્હામાં તથા મહેસાણા અને પાટણ જિલ્લામાં અલગ અલગ ૧૧ ભેંસ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હિતેશ ઉર્ફે હિતેશભા રામભા ગઢવી, હસમુખભા ઉર્ફે હસુભા રામભા ગઢવી અને હકાજી ઉર્ફે દિનેશ સ્વરૂપજી ઠાકોર રહે ત્રણેય ચીભળા ગામ, તા.દિયોદર, જિલ્લો બનાસકાંઠા વાળાને બતમીનર આધારે બોલેરો પિકઅપ ગાડી સાથે અટકાયતમાં લેવાયા છે.

- text

વધુમાં ઝડપાયેલા ત્રણેય શખ્સોએ હળવદની બે કપાસ ચોરી ઉપરાંત પાટણ જિલ્લામાં હારીજ, પાટણ, સિદ્ધપુર અને વારાહી ગામમાંથી ૭ ભેંસ ચોરાવા ઉપરાંત મહેસાણા જિલ્લામાં સાંથલ, લાંઘણજ, ઉનાવા અને વિસનગરમાંથી ૪ ભેંસ ચોરીના ગુન્હા કબુલ કરતા લગત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

મોરબી એલસીબીની આ સફળ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ, રજનીકાંતભાઈ કૈલા અને નંદલાલભાઈ વરમોરા સાહિતનાઓએ કરી હતી.

- text