હળવદના દેવળીયા ગામે અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮મા જ પ્રસુતિ કરવાઈ

- text


જેતપર મચ્છુ ૧૦૮ ટીમની સુંદર કામગીરી

મોરબી : હળવદના દેવળીયા ગામના અંતરિયાળ વિસ્તારમાં વિપરીત સંજોગોમાં ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી માતા તથા બાળકની જિંદગી બચાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ જેતપર મચ્છુ ૧૦૮ ટીમને દેવળીયા નજીક વાડી વિસ્તારમાંથી પ્રસુતિ કેસ અંગેનો કોલ આવ્યો હતો જેને પગલે તુરત જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં પ્રસૂતા માતા મુમતાજબેન ડોસમહમદભાઈની હાલત ખુબજ ગંભીર હતી અને પ્રસૂતિનો ટાઈમ થઈ ગયો હતો ઉપરાંત બાળકની ઊંધું હોય ખુબજ ગંભીર સ્થિતિ હતી આ સંજોગોમાં ૧૦૮ ના અજયભાઈ ડાભી અને પાયલોટ હનીફભાઈએ ત્વરિત નિર્ણય કરી એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી હતી.

- text

બાદમાં પ્રસૂતા માતાને ખૂબ જ લોહી વહેતુ હોય ટીમ દ્વારા તાત્કાલિક જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી સારવાર આપી માતા થતા બાળકની બબ્બે જિંદગી બચાવી હતી.

- text