મોરબીમાં ૨૮ મીએ પોલિયો દિવસની ઉજવણી

- text


મોરબી જિલ્લાના ૧,૩૫,૨૬૪ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી પોલીયો રોગથી રક્ષીત કરાશે

મોરબી : મોરબીમા આગામી તા.૨૮ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ સઘન પલ્સ પોલીયો કાર્યક્રમની પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત મોરબી દ્વ્રારા ૦–૫ વર્ષના કુલ ૧,૩૫,૨૬૪ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. અને આ કાર્યક્રમને પહોચી વળવા માટે મોરબી જિલ્લામાં ૫૮૫ બુથની રચના કરવામા આવેલ છે. તેમજ ૧૨૧૯ ટીમો ૨૧ ટ્ર્રાન્સજીટ ટીમો ૨૫૦ મોબાઈલ ટીમોનું આયોજન કરેલ છે. અને ૧૫૪ સુપરવાઈઝરોને આ પોલીયો કાર્યક્રમમાં સુપરવીઝનની કામગીરી સોપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં તા.૨૮ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ બુથ ઉપર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ તા.૨૯/૩૦ જાન્યુઆરી ૨૦૧૮ ના બે દિવસ ટીમો દ્વારા ઘર-ઘર મુલાકાત કરી બાકી રહેલ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે. આમ  આ કાર્યક્રમના અંતે મોરબી જિલ્લાના  ૦–૫ વર્ષના તમામ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવા માટે આયોજન કરેલ છે. અને બીજો રાઉન્ડ ૧૧ માર્ચ ૨૦૧૮ ના રોજ રાખવામાં આવેલ છે.જેમા પોલીયોના બંને રાઉન્ડ દરમ્યાન મોરબી જિલ્લાના ૦–૫ વર્ષના તમામ બાળકો નજીકના પોલીયો બુથ ઉપર જઈ પોલીયાના ટીપા પીવે અને પોલીયોથી રક્ષીત બને તે અંગે આરોગ્ય શાખા,જિલ્લા પંચાયત મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એમ. કતીરાએ બાળકોના તમામ વાલીઓને નમ્ર અપીલ કરી જણાવ્યું છે.

- text

- text