અપના હાથ જગન્નાથ ! મોરબીના ઉદ્યોગપતિએ ઘરનું ફાયર ફાઇટર વસાવ્યું

- text


માત્ર ત્રણ લાખ રૂપિયા ખર્ચમાં અગ્નિશમન વાહન તૈયાર : અન્ય ઉદ્યોગકારોને પણ સુવિધા વિકસાવવા અપીલ

મોરબી : મોરબીમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિમાં રહેલી ફાયરબ્રિગેડની સુવિધા સમયે મોટાભાગે ફાયર ફાયટરો સમયસર પહોંચતા ન હોય મોરબીના પેપરમિલ ઉદ્યોગ સાથે જોડાયેલ ઉદ્યોગપતિએ માત્ર ત્રણ લાખના મામુલી ખર્ચે પોતાનું ફાયરફાઈટર વિકસાવ્યું છે અને આવું ફાયર ફાઇટર તમામ ઉદ્યોગપતિઓ વસાવે તેવી અપીલ કરી આ વાહનનો ડેમો જોવા તમામ લોકોને ખુલ્લું આમંત્રણ પાઠવ્યું છે.

મોરબીમાં પેપરમિલ વ્યવસાયમાં નંબર વન ગણાતા તીર્થંક પેપરમિલવાળા કિરીટભાઈ ફુલતરિયાએ મોરબીના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપી કાર્ય કરી માત્ર ત્રણ લાખના ખર્ચે ફાયરફાઈટર વસાવી અન્ય ઉદ્યોગપતિઓને પણ મામુલી ખર્ચે તૈયાર થતું આ અગ્નિશમન વસાવવા અપીલ કરી છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમાં મોટાભાગના ઉદ્યોગો શહેરથી દૂર આવેલા છે ઉપરાંત ઉબડ ખાબડ રસ્તાને કારણે ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી શકતું ન હોવાથી ઉદ્યોગોને આવા બનાવ વખતે લાખો કરોડોનું નુકશાન સહન કરવું પડે છે આથી જો માત્ર ત્રણ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થતું ૫૦૦૦ લીટર પાણીની ક્ષમતા વાળું આવું ટેન્કર જો દરેક ઉદ્યોગો વસાવે તો આગની ઘટના સમયે ફાયર બ્રિગેડ આવે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી અને આગ લાગે તો તુરત જ અગ્નિશમનની કામગીરી કરી શકતી હોવાનું કિરીટભાઈ ફુલતરિયાએ જણાવ્યું હતું.

અંતમાં મોરબીના ઉદ્યોગકારોને આવું ફાયર ફાઇટર વસાવવા અપીલ કરી તેમને બનાવેલ ફાયર ફાયટરનો ડેમો જોવા પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.

- text