મોરબીમાં પ્રતિબંધિત ચાઈનીઝ તુકકલ વેચતો વેપારી ઝડપાયો

- text


એસઓજી સ્ટાફે રૂ.૫૪૦૦ ની કિંમતના ૨૮૦ તુકકલ કબ્જે કર્યા

મોરબી : મોરબીના નહેરુગેટ વિસ્તારમાંથી એસઓજી સ્ટાફે લોહાણા વેપારીને પ્રતિબંધિત ચાઈનીઝ તુકકલ વેંચતા ઝડપી લઈ રૂ.૫૦૪૦ ની કિંમતના ૨૮૦ તુકકલ કબ્જે કર્યા છે.

મકરસંક્રાંતિનું પર્વ નજીક છે ત્યારે સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને તુકકલ પ્રતિબંધિત કર્યા હોવા છતાં વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ચાઈનીઝ આઇટમો વેચવામાં આવતી હોવાની બાતમીને આધારે એસઓજી સ્ટાફે નહેરુગેટ નાસ્તાગલીમાં આવેલી ભાવ સ્મિત નામની દુકાનમાં છાપો માર્યો હતો અને દુકાનમાંથી ૨૮૦ નંગ ચાઈનીઝ તુકકલ કિ. ૫૦૪૦ કબ્જે કર્યા હતા.

- text

વધુમાં પ્રતિબંધિત સ્કાય લેંટર્સ એટલે કે ચાઈનીઝ તુકકલ રાખવા મામલે એસઓજીએ દુકાન માલિક સ્મિત મહેન્દ્રભાઈ હીરાણી ઉ.૨૫ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી,સ્ટાફના શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જયસુખભાઈ વસીયાણી, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્ર વાઘડિયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text