ક્રિકેટના સટ્ટા માં હારેલા રૂ.38 લાખની ઉઘરાણી મામલે વેપારીના અપહરણ બાદ મુક્તિ

- text


એલસીબીએ ગણતરીની મિનિટો માં વેપારી ને છોડાવી ત્રણ આરોપી ને ઝડપી લીધા

મોરબીના માર્કેટિંગયાર્ડ પાસે આજે વેપારી ક્રિકેટના સટ્ટા માં હારીગયેલા રૂ.38 લાખની ઉઘરાણી મામલે તેમનું ત્રણ શખ્સો ડસ્ટર ગાડીમાં અપહરણ કરી ગયાની ઘટનામાં એલસીબી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની મીનીટોમાં વેપારીને મુકત કરાવી ત્રણેય આરોપીને ઝડપી લીધો હતો.
આ ચકચારી બનાવની એલસીબીએ આપેલી વિગતો મુજબ મોરબી જીલ્લા ના દેવળીયા ના વતની અને શનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા તથા કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા ભુપત ભાઈ છગનભાઇ પટેલ અને તેમના મિત્ર રામણિક ભાઈ ઉર્ફે નિલેશભાઈ કાસુન્દ્ર આજે મોરબીના માર્કેટિંગ યાર્ડ પાસે ઉભા હતા તે સમયે ટંકારાના હીરાપર ગામના પ્રકાશ વશરામભાઈ પટેલ પાસે ઉભા હતા.તે સમયે રાજકોટ ના પ્રકાશ વશરામભાઈ પટેલ તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો એક સફેદ ડસ્ટર ગાડી નંબર GJ – 03 FD – 1522 માં આવી ભુપતભાઈ પાસે ક્રિકેટ ના સટ્ટા ના રૂપિયા ની ઉઘરાણી કરી હતી. જેથી ભુપતભાઈએ હાલ મારી પાસે પૈસા નથી એવું કહેતા ભૂપતભાઈને પ્રકાશભાઈ તથા તેમના સાગરીતો ડસ્ટર ગાડીમાં પકડી અપહરણકારી ને ટંકારા તરફ નાસી છૂટ્યા હતા આથી મિત્ર ની જાન પર જોખમ હોવાથી રમણીકભાઈએ સમગ્ર બનાવ ની એલસીબી ને જાણ કરી હતી જેના પગલે એલસીબી પોલીસ સ્ટાફે જુદી જુદી ટિમ બનાવી ગણતરી ના સમય માં અપહરણકારો પાસે થી વેપારી ને મુક્ત કરાવી આરોપીઓ પ્રકાશ વશરામ ફેફર, કલ્પેશ માવજી સવસાણી, હરેશ ભગવાનજી ફેફર ને મોબાઈલ નંગ 7, ક્રિકેટ સટ્ટા ના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા.

- text

અપહરણ ની ઘટનામાં રૂપિયા 38 લાખ ની ઉઘરાણી કારણભૂત છે જેમાં ભુપતભાઈ પટેલ આરોપી પ્રકાશ ફેફર પાસે ક્રિકેટ ના સટ્ટા ના રૂપિયા 38 લાખ ની રકમ હારી ગયા હતા. આ રકમ ની તેઓ વારંવાર ઉઘરાણી કરતા હતા આરોપી અગાઉ પ્રકાશ ફેફર ક્રિકેટ નો સટ્ટો રમાડે છે એ બાબતે પોલીસે વધુ તપાસ કરી છે.

ક્રિકેટના સટ્ટામાં વેપારી લાખોની રકમ હારી જતા લેણદારોએ ઉઘરાણી માટે અપહરણ કર્યું હતું. આ ઘટના ક્રિકેટ નો સટ્ટો રમતા લોકો માટે લાલબત્તી સમાન છે આ ઘટનામાં એક આરોપી બુકી હોવાનું ખુલ્યું છે આ અપહરણ ની વાત પર થી સ્પષ્ટ થાય છે કે મોરબીમાં લાખો રૂપિયાનો ક્રિકેટ નો સટ્ટો રમાય છે પોલીસ માત્ર એકલ દોકલ આરોપીને પકડીને કામગીરી પુરી કર્યા નો ઓડકાર ખાય છે. પરંતુ મૂળ બુકી સુધી તેમના હાથ પહોંચતા હોતા નથી ત્યારે હવે અપહરણ ની ઘટનામાં મુખ્ય બુકી ઝડપાયો છે ત્યારે હવે પોલીસ મોરબીમાં ફેલાયેલા ક્રિકેટ સટ્ટા નું નેટવર્ક નેસ્ત નાબૂદ કરવા કેટલી અસર કારક કાર્યવાહી કરશે એ આવનારો સમય જ બતાવશે.

 

- text