મોરબીમાં રેલવે કર્મચારીઓ દ્વારા જાહેર માર્ગ બંધ કરી દેવાતા લોકોમાં રોષ

- text


રાજકોટ ડીઆરએમને રજુઆત કરી સત્વરે માર્ગ ખુલી કરવા માંગ ઉઠવાઈ

મોરબી : મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલ રેલવે કોલોની સામેની શેરીનો માર્ગ રેલવે કર્મચારીઓ બંધ કરી દેતા આ મામલે લોકોએ ડીઆરએમને રજુઆત કરી હાલાકી પડતી હોવાથી સત્વરે માર્ગ ખુલ્લો કરવા માંગણી ઉઠાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી રેલવે સ્ટેશન રોડ પર સુરજબાગની બાજુમાં બાલમંદિર સામેની શેરીમાં રહેતા લોકો દ્વારા રાજકોટ ડીઆરએમને લેખિત રજુઆત કરી હતી કે તેમની શેરીનો મુખ્યમાર્ગ રેલવે કર્મચારીઓ દ્વારા બંધ કરી દેવાયો છે જેથી આ હેરીમાં રહતા પરિવારજનોને હાલવા ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવ્યા મુજબ શેરી નમ્બર-૧ નો રસ્તો સદંતર પણે બંધ છે અને શેરી નંબર-૨ માં ગુરુનાનક મંદિર તેમજ વાડી આવેલી હોય પ્રસંગો ઉજવાતા હોય એ શેરી પણ બંધ જ રહે છે જેથી આ શેરીના લોકોને હાલવા ચાલવા કોઈ જ રસ્તો ન હોય સત્વરે માર્ગ ખુલ્લો કરવા માંગ કરી હતી.

વધુમાં મોરબીમાં ટ્રાફિક સમસ્યા પણ ખૂબબજ હોવાથી આ માર્ગ બંધ કરવામાં આવતા લોકોની મુશ્કેલી વધી ગઈ હોય લોકો દ્વારા ડીઆરએમને રજુઆત કરી તાકીદે રેલવે કર્મચારીઓ દ્વારા આ રસતાને ખુલ્લો કરાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

- text