ટંકારા : ન્યુ વિઝન સ્કૂલ દ્વારા બિઝનેશ મેળાનું આયોજન

- text


નોકરી નહિ બાળકો વ્યાપારમાં પણ કુશળતા મેળવે તેવા ઉમદા હેતુથી યોજાયો નવતર પ્રયોગ

ટંકારા : ટંકારા નજીક જબલપુરના પાટીયા પાસે આવેલી ન્યૂ વિઝન શાળાના સંચાલકની દોરવણી હેઠળ શિક્ષકગણના માગઁદશઁન હેઠળ  કોમસઁ વિભાગના છાત્રોના માઈન્ડ બિઝનેસ ક્ષેત્રે પણ નિપુણતા કેળવવા માટે શાળાના પરીસરમા ભવ્ય બિઝનેસ મેળાનુ આયોજન ઘડી કાઢયુ હતુ.
જેમાં વિધાથીઁઑઍ વેપારી બની જુદા જુદા ધંધાના પંડાલ ઉભા કયાઁ હતા.સંસ્થાનો ઉદેશ નોકરીની ઘેલછા પાછળ દોડતા માવતરોને તેનુ સંતાન બિઝનેસમા કાઠુ કાઢી પારંગત થવાની ભિતરમા છુપાયેલી કુશળતા છતી કરવાનો હતો.

ટંકારા શહેરથી દોઢ કિ.મી.દુર રાજકોટ હાઈવે પાસે જબલપુર ગામના પાટીયે આવેલી ન્યુવિઝન શાળાના સંચાલક દિલીપભાઈ બારૈયાની દોરવણી હેઠળ આચાયઁ અને શિક્ષકો આનંદભાઈ સવસાણી,રાજેસભાઈ દુધરેજીયા તથા રમેશભાઈ ધ઼ાંગાની મદદથી શાળામા અભ્યાસ કરતા કોમસઁ વિભાગના છાત્રોઍ બિઝનેસ મેળાનુ આયોજન કયુઁ હતુ.શાળાનો મુખ્ય ઉદેશ વિધાથીઁઑને શિક્ષણનુ જ્ઞાન પિરસવાનો હોય છે.તે જડ નિયમને વડગી રહેવાના બદલે વિધાથીઁઑની ભિતરની કલાને ખીલાવવા સંચાલક દિલીપ બારૈયા હરહંમેશા નિતનવા કાયઁક઼મો છાત્રો પાસે કરાવતા રહે છે.તે આઈડીયો અમલમા મુકી શાળા પરીસરમા કોમસઁના છાત્રોના માઈન્ડને ધંધાકિય ક્ષેત્રે કેળવવા સાથે ભિતરની બિઝનેસ મેમરી ચકાસવા વિધાથીઁઑને વેપારી બનાવી બે દિવસનો બિઝનેસ મેળો નામે સેમિનાર શનિવાર અને રવિવારના આયોજન ઘડી કાઢયુ હતુ.નવતર પ઼કારના મેળામા વિધાથીઁઑઍ જુદા જુદા ધંધાના પંડાલ (સ્ટોલ)ઉભા કયાઁ હતા. સેમિનારનો પ઼ારંભ પ્રભુચરણ આશ્રમના મહંત પ઼ભુચરણદાસના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કરવા આવ્યો હતો.

- text

બિઝનેસ મેળા માટે ટંકારા અને પંથકના ગામડાના પ઼જાજનોને આગોતરા નિમંત્રણ પાઠવીને ગ઼ાહક બની પ઼દશઁન જોવા વાયક પણ મોકલાયા હતા.જેમા,પ઼થમ દિવસે જ અંદાજે ત્રણેક હજાર લોકોઍ તરવરીયા ટબુકડા વેપારીના  બિઝનેસ મેળાની મુલાકાત લીધી હતી. કૉમેર્સના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત આ બિઝનેસ મેળાનો હેતુ વિદ્યાર્થીઓ ધંધા રોજગારના ક્ષેત્રમાં અનુભવ અને જ્ઞાન મેળવે તથા માર્કેટમા રોજગારની તીવ્ર સ્પર્ધા સામે કેમ ટકવું ? અને સારી રીતે બિઝનેસ કેમ કરી શકાય તેનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવે તેવા ઉમદા હેતુ સાથે બે દિવસના આ પ્રદર્શન કમ વેચાણ મેળા થકી શાળાનો ઉદેશ નોકરીની ઘેલછા પાછળ દોડતા માવતરોને તેઑનુ સંતાન ધંધામા પારંગત થઈ કાઠુ કાઢીને પગભર થવાની કાબેલિયત છુપાયેલી હોવાનુ બતાવવા પ઼યોગ કરાય રહ્યાનુ શાળાઍ જણાવ્યુ હતુ.

તેમજ બિઝનેશ મેળાથી થનાર આથિઁક ઉપાજઁનની તમામ રકમને રાષ્ટૃના આમીઁ ફંડમા તથા વિધાથીઁઑની કાબેલિયતની નવાજેસ કરવામા સરખે હિસ્સે વહેચી નાખવાની જાહેરાત  શાળાના સંચાલકોઍ કરી હતી.

- text