માળીયામાં યુવતીએ એસિડ ગટગટાવી લેતા ગંભીર

- text


માળીયા : માળીયા મિયાણામાં મુસ્લિમ યુવતીએ કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતમાં પ્રથમ માળીયા બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણામાં રહેતી રઝિયાબેન કાદરભાઈ ઉ.૧૮ નામની યુવતીએ પોતાના ઘેર કોઈ કારણોસર એસિડ ગટગટાવી લેતા પ્રથમ સારવાર માળીયા ખાતે આપવામાં આવી હતી પરંતુ તેણીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઇ છે.

ઘટના મામલે માળીયા મિયાણા પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી તપાસ શરૂ કરી છે.

- text