મોરબી દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

- text


મોરબી : આગામી તા ૨૪ ને રવિવારે દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ મોરબી દ્વારા એસ.સી., એસ.ટી. સમાજના વિધાર્થીઓ માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ દ્વારા તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહનું આગામી તા.૨૪ ને રવિવારના રોજ સમાજની વાડી ભડિયાદ કાંટા પાસે સવારે ૮ વાગ્યે રાખવામાં આવ્યો છે.

- text

આ પ્રસંગે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં ઇજિપ્ત ખાતે ફરજ બજાવતા નિરવભાઈ સુતરિયા, તાલુકા વિકાસ અધિકારી કે.જે.રાઠોડ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસના ઉત્સવભાઈ પરમાર, મોરબી ટ્રાફિક પીઆઇ એસ.એલ.દાફડા સહિતના મહાનુભાવો હાજ રહેશે અને તેજસ્વી તારલાઓનો સન્માનિત કરશે.

- text