હરિદ્વારમાં જાટ ધર્મશાળા નિર્માણમા મોરબીનું યોગદાન

- text


જાટ સમાજના અનેક આગેવાનો મોરબીની મુલાકાતે આવતા આર્થિક સહયોગ અપાયો

મોરબી : હરિદ્વારમાં વિશાળ જાત ધર્મશાળા નિર્માણ કરવા જાટ સમુદાય દ્વારા ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે જાટ સમાજના અગ્રણીઓ મોરબીની મુલાકાતે આવતા મોરબીમાં વસવાટ કરતા જાટ સમુદાય દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સમસ્ત જાટ સમુદાય દ્વારા હરિદ્વાર ખાતે વિશાળ ધર્મશાળા બનાવવા નક્કી કરાયું છે જે અન્વયે હરિદ્વારના હર કી પૌડી થી અઢી કિમી દૂર ઋષિકેશ હાઇવે ઉપર દુદાધારી ચોકમાં ધર્મશાળાનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.

- text

વધુમાં અખિલ ભારતીય જાટ ધર્મશાળા હરિદ્વારના ટ્રસ્ટના અધ્યક્ષ પૂર્ણરામ બેંદા, સેક્રેટરી ભાગીરથસિંહ નૈણ, સભ્ય ભિયારામ માચરા સહિતના સભ્યો ગઈકાલે મોરબી આવ્યા હતા અને પ્રવાસી રાજસ્થાની ટ્રાન્સપોર્ટ માલિકોને મળી આર્થિક સહયોગ મેળવ્યો હતો.

આ તકે મોરબીમાં વસવાટ કરતા જાત સમુદાયના રામદેવ વે બ્રિજ વાળા પ્રેમ ગોદારા કરાની, જસરાજ ભીચર, અમેશ બૈરડ, ફરસારામ રામડાવાસ, કિશન બેનિવાલ સહિતના મહાનુભાવો સાથે રહ્યા હતા.

- text