માળીયા(મી) ના 7 ભાજપી કાઉન્સીલરો અને યુવા ભાજપની ટિમ કૉંગ્રેસમાં જોડાયા

- text


માળીયા : વિધાનસભા ની ચૂંટણી ને હવે ગણતરી ની કલાકો બાકી રહી છે.ત્યારે માળીયા(મી)માં ભારે રાજકીય ઉથલપાથલ થઈ છે.જેમાં માળીયા (મી)ના 7 ભાજપી કાઉન્સિલરો અને યુવા ભાજપ ની ટિમ કૉંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે.

માળીયા (મી) ના નગરપાલિકાના કૉંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખ થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા.ત્યારે ભાજપે કરેલા ભંગાણ સામે કૉંગ્રેસ પલટ વાર કર્યો છે. વિધાનસભાની ચૂંટણી માં ગણતરી ની કલાકો ની વાર છે. ત્યારે આજે માળીયા (મી)ના 7 ભાજપના કાઉન્સિલરો તથા યુવાભાજપ ના પ્રમુખ તથા તેમના 400 ટેકેદારો સાથેની ટીમે કૉંગ્રેસનો ખેશ ધારણ કરી લીધો છે. કૉંગ્રેસ માં જોડાયેલા આ કાઉન્સીલરો અને યુવા ભાજપની ટીમે એવું કારણ દર્શવાવ્યું હતું કે, અગાઉ માળીયામા પુર આવ્યું તે સમયે સરકારે કોઈ અસરકારક કામગીરી ન હતી અને માળીયા (મી)માં કુદરતી આપત્તિના સમયે ભારે અન્યાય કર્યો હતો. તે બદલે તેઓ કૉંગ્રેસ માં જોડાયા છે. અત્રે ઉલ્લખેનીય છે કે માળીયા નગર પાલિકા માં હાલ કૉંગ્રેસ નું શાષન છે. કુલ 24 સભ્યો માં 14 કૉંગ્રેસના અને 10 ભાજપના છે. અગાઉ કૉંગ્રેસ માંથી પ્રમુખ અને ઉપ્રમુખ ભાજપમાં જોડાતા બંને ને 12 -12 ની સંખ્યા થઈ ગઈ હતી પરંતુ હવે સાત ભાજપી સદસ્યો કૉંગ્રેસ માં જોડાતા 19 સભ્યો સાથેકૉંગ્રેસની બહુમતી થઈ ગઈ છે.

- text

 

- text